માંડવી ખાતે આવેલ નાના રતડિયામાંથી વીજ-કંપનીના થાંભલા પર લાગેલા કિં. રૂા. 2,88,000ના વાયરની તસ્કરી થતાં ફરિયાદ

copy image

માંડવી ખાતે આવેલ નાના રતડિયાના સીમ વિસ્તારમાં આવેલ વીજકંપનીના વીજથાંભલા પર લાગેલા કિં. રૂા. 2,88,000ના વાયરની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે ગઢશીશા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ રિન્યુ પાવર કંપનીની નાના રતડિયાથી નાગ્રેચા ગામની સીમમાં આવેલી વીજલાઈનના થાંભલા પર લાગેલા 4.8 કિ.મી. ધાતુના વાયર જેની અંદાજિત કિ. રૂા. 2.88 લાખની તસ્કરી થઈ હતી.ચોર ઈશમો આ વીજકંપનીના વીજથાંભલા પર લાગેલા કિં. રૂા. 2,88,000ના વાયરની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.