જામનગરના વિજરખી ગામની વાળીમાં ચાલતા જુગારના અડ્ડાનો થયો પર્દાફાશ : રૂા.2.18 લાખનો મુદ્દામાલ કબ્જે

copy image

copy image

જામનગર ખાતે વિજરખી ગામની વાળીમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે, આ કાર્યવાહી દરમ્યાન કુલ રૂા.2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોઈ શખ્સ પોતાની વાડીએ નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી સાત જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા.1,08,000 સહિત કુલ રૂા.2,18,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.