ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી શનિવારે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે
ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મુકિતનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી તા.૧૬ ને શનિવારના રોજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તેમજ વંદનીય માતાજી ભગવતી દેવીના સુક્ષ્મ સંરક્ષણમાં ગાયત્રી માતાના આશિર્વાદથી ગાયત્રી શકિતપીઠ સ્થાપનાને ૨૫ વર્ષ પુર્ણ થતા રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ ગાયત્રી શકિતપીઠ મુકિત નગર દ્વારા ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ, દેવપૂજન સાથે વિવિધ સંસ્કારોનું આયોજન મુકિનગર કોમન પ્લોટ ખાતે તા.૧૬ મી નવેમ્બરના રોજ સવારે ૮.૩૦ થી ૧૨-૩૦ કલાકે કરવામાં આવ્યુ છે જેમાં બોરસદના પ્રજ્ઞાપુરી જયોતિબેન સંગીત સાથે યુગઋષિની અમૃતવાણીનું રસપાન કરાવશે. મુકિતનગર શકિતપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજીત ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞના પુર્વ દિને તા.૧૫મી નવેમ્બરના રોજ બપોરે ૩ કલાકે શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિ નગર સોસાયટી ગાયત્રી ગાર્ડન ચાર રસ્તાથી શોભાયાત્રાનું આયોજન કરાયું છે જે નર્મદા એપાર્ટમેન્ટ, અયોધ્યાનગર, લીંકરોડ મોઢેશ્વરી માતાના મંદિરે થઈ મહાકાળી માતાના મંદિરે થઈને યજ્ઞ સ્થળે પહોંચી દીપયજ્ઞ સાથે સમાપન થશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ગાયત્રી પરિવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ