ખાવડાના આર.ઈ. પાર્કની સાઈડ પર બે ગાડીમાંથી. રૂા. 36,288ના 400 લિટર ડીઝલની ચોરી થતાં ફરિયાદ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ખાવડાના આર.ઈ. પાર્કની સાઈડ પર કામના ધમધમાટ વચ્ચે બે ગાડીમાંથી. રૂા. 36,288ના 400 લિટર ડીઝલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે કંપનીના સુપરવાઈઝર ક્રિષ્નકાંત સુબૈયા દ્વારા અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ખાવડા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની કંપનીની ચાર ગાડી પવનચક્કી લઈ આવતી હતી તે દરમ્યાન એક ગાડી ખરાબ થઈ જતા આગળ ગયેલી બાકીની ત્રણ ગાડી તેની રાહ જોતી હતી અને ગત તા. 3/11ના અડધી રાતના સમયે બે ગાડીમાંથી 200-200 લીટર ડીઝલની તસ્કરી થઈ હતી.આ બનાવ અંગે જાણ થતાં વધુમાં તપાસ કરતાં કિ.રૂા. 36,288નું 400 લિટર ડીઝલ ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.