“દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારના દેનમા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજના બિનઅધિકૃત રીતે નિકાસ કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૬૬,૯૦૧/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને ગઈ તા.૦૫/૧૧/૨૦૨૪ના એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા ટી.બી.રબારી સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના માણસોને જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી શોધી કાઢવા માટે સુચના આપેલ હતી. જે સુચના અન્વયે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, મહિપાલસિંહ પુરોહીત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, લખપત તાલુકાના દેનમા ગામે સર્વે નં.૧૮ પૈકીમાં બેન્ટોનાઇટનો જથ્થો રાખેલ છે જે જથ્થામાંથી બિનઅધિકૃત રીતે બેન્ટોનાઇટનો નિકાસ કરવામાં આવે છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રીને સ્થાનીક જગ્યાએ બોલાવી તપાસ કરતાં ૧૨૫.૬૫૯ મેટ્રીક ટન પરમીટ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનુ માલુમ પડેલ હોય. જેથી શ્રી અબડાસા લખપત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટનાઓ લીઝ ધારકને બિન અધિકૃત નિકાસ કરેલ હોવાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૬૬,૯૦૧/- નો દંડ વસુલ કરવામાં આવેલ.