રૂપિયા ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ

copy image

copy image

ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય “મિનીમમ ગવર્મેન્ટ મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલ નિર્ણય રાજ્યમાં પ્રવર્તમાન કરી દેવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ નિયમ અનુસાર જમીનોનું વેલ્યુએશન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આ પૂર્વે ૫૦ લાખ સુધી જમીનની કિંમતના પ્રિમિયમના વસુલાતની સત્તા કલેક્ટર કક્ષાએ હતી. જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝર ના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવામાં આવેલ છે. બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોનાફાઈડ પરચેઝરના મામલામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન પઠે લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી કરજિયાત મંજૂરી લેવી પડે છે. આવા પરચેઝર્સની અરજીની વધુ સખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય નિવારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, મુખ્યમંત્રીએ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સને ચરિતાર્થ કરવા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો નિર્ણય લેધેલ છે જેના અનુસાર મહેસુલ વિભાગના તા. ૧૭/૦૩/૨૦૧૭ના ઠરાવ અનુસાર બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની હાલની સત્તા સોંપણીમા ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસુલાતની મજૂરીની સત્તાઓ જિલ્લા કલેકટરને સોંપવામા આવી છે.