અમેરિકી સેના દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હુમલો

અમેરિકી સેના દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંવેદનશીલ વિસ્તારોમાં ફરી એકવાર શક્તિશાળી એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મિડલ ઈસ્ટના આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર વધતા તણાવ વચ્ચે અમેરિકાના આ સૈન્ય પગલાથી વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે. તાજેતરમાં જ માલવાહક જહાજો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ આ આક્રમક વલણ અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ એરસ્ટ્રાઈક દ્વારા ઈરાન સમર્થિત સૈન્ય ઠેકાણાઓ અને શંકાસ્પદ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી જરૂરી હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટ પ્રદેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ વણસે તેવી ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.