એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, મરીન પોલીસ સ્ટેશન, ધોલાઇ બંદર જી. નવસારી
ગુનો બન્યા : તા.૧૫/૧૧/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ
લાંચ સ્વીકારેલ રકમ :
રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ
ગુનાનુ સ્થળ : મરીન પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં, ધોલાઇ બંદર, નવસારી
ગુનાની ટુંક વિગત આ કામના ફરીયાદી નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે, આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરેલ.
પરંતુ ફરીયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ આધારે આજરોજ એ.સી.બી. ટીમે લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, નાઓએ રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારી, સ્થળ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી : શ્રી બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત. by information parsidnt m a bava comiitte for the provision of courpsan Gujarat