એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત પ્રચાર-પ્રસાર અને ખેડૂત નોંધણી માટે જાગૃતતા બાબતે તા-૨૫/૧૧/૨૦૨૪ સુધી ગામોના ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન
ખેડૂતોને આધાર આઈડીની જેમ જ ફાર્મર આઈ.ડી મળશે. આથી કચ્છ જિલ્લાના તમામ ખેડૂતોએ પી.એમ.કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તા.૨૫/૧૧/૨૦૨૪ સુધી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલ(https://gjfr.agristack.gov.in)થી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે તથા ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે.ફાર્મર – રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીનાટેરવે તેની તમામ ખેતીવાડી અને ધિરાણ સબંધી લાભો સરળ બનશે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈ.ડી. બનાવવામાં આવશે. ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮- અ નકલ, ૭- ૧૨નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વીસીઈ) નો સંપર્ક કરવાનો રહેશે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.