ફ્લાઈંગ સ્ક્વોર્ડની તપાસટીમ દ્વારા વાહનો કરાયાં સીઝ

માનનીય કલેકટરશ્રી ની સૂચનાં અને માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૪ના રોજ નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧) ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે રાત્રી ના અરસા માં આકસ્મીક તપાસ હાથ ધરી એક ટ્રક ને અધિકૃત રોયલ્ટી પાસ વિના બ્લેક ટ્રેપ ખનીજ વહન કરવા બદલ સીઝ કરવામાં આવેલ.
(૨) ભુજ ખાતે સવાર નાં અરસા માં એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરવા બદલ સીઝ કરવા માં આવેલ.
(૩) ભુજ તાલુકા ના વડસર ગામની સીમ માં હાર્ડ મોરમ ખનિજ નું બિનઅધિકૃત ખનન વહન કરવા બદલ એક એકસકેવેટર મશીન અને એક ટ્રક ને સીઝ કરવામાં આવેલ છે.
(4) લખપત તાલુકાના સામજીયારા ગામ ખાતે બેન્ટોનાઈટ અને સાદીમાટી/ મોરમ ખનીજનું ગેરકાયદે ખનન કરતા એક એકસકેવેટર મશીન તથા બે ટ્રક સીઝ કરવામાં આવેલ છે.

આમ, આજ રોજ ચાર અલગ અલગ જગ્યા પર અલગ અલગ તપાસ હાથ ધરી કુલ 5 ટ્રક અને 2 એકસકેવેટર મશીન સીઝ કરવા માં આવેલ છે. જે તમામ પ્રકરણમાં નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.