ભચાઉમાથી દેશી બંદૂક સાથે એક શખ્સ અટક

crime4

copy image

copy image

  ભચાઉમાથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેનાર આરોપી શખ્સે લાયન્સ નગર પાછળ વાડી વિસ્તારમાં આવેલી પોતાની વાડીમાં બંદૂક સંતાડીને રાખેલ છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા વાડીમાં ખૂણામાં આવેલી બાવળની ઝાડીમાં કોથળામાંથી દેશી બંદૂક શોધી કાઢી હતી. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.