સોશીયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ સમાચાર “નખત્રાણામાં બે બાળકોને બંધક બનાવી સીંધરી બોમ્બ ફોડતા બંન્ને ગંભીર રીતે દાઝયા” જે અંગે તપાસ કરી ખુલાસો કરતી નખત્રાણા પોલીસ
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા ઈ.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા નખત્રાણા વિભાગ, નખત્રાણા નાઓએ સોશીયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ ઉપરોકત સમાચાર અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.એમ.મકવાણા નાઓની સુચના આધારે પોલીસ સ્ટાફે ઉપરોકત સમાચારો અંગે ઈજા પામનારની તેમના ઘરે જઈ તેમના માતા-પિતાની હાજરીમાં યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા બાળકોએ જણાવેલ કે તેઓ જાડાય રોડ આવેલ ગ્રાઉન્ડમાં ફટાકડા ફોડતા હતા ત્યારે આકસ્મિક રીતે સીંધરી બોમ્બ ફુટેલ અને તેમાં પોતાને હાથ તેમજ મોઢાના ભાગે ઈજા થયેલ પરંતુ તેઓએ તેમના મમ્મી પપ્પાના ડરના કારણે પોતાના ઘરે ખોટી હકીકત જણાવેલ છે. આ કામગીરીમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.મકવાણા તથા સર્વેલન્સ સ્ટાફ અને ટાઉન બીટના કર્મચારીઓ સાથે રહી કામગીરી કરેલ છે.
સંદેશઃ-
કોઇ પણ બનાવ બાબતે સોશીયલ મીડીયામાં ખોટી અફવા ફેલાવવી નહી અને ખોટા મેસેજ અથવા ખોટા ફોટા/વિડીયો વાયરલ કરી ગામનુ વાતાવરણ તંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.