મોરબી ખાતે આવેલ સનાળા ગામના યુવાન સાથે 3.30 લાખની ઠગાઈ આચારનાર બે શખ્સ ઝેલના હવાલે

copy image

copy image

મોરબી ખાતે આવેલ સનાળા ગામના યુવાન સાથે 3.30 લાખની ઠગાઈ આચારનાર બે શખ્સોને ઝેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામે રહેતા 39 વર્ષીય ભરતભાઈ નરશીભાઈ સનારીયાને ધંધો રોજગાર બરાબર ચાલશે તેવું જણાવી વિશ્વાસમાં લીધા બાદ તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળીને 3.30 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પડાવી લેવામાં આવેલ હતો. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુના કામેના આરોપી શખ્સોની અટક કરી રિમાન્ડ મેળવ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલ આરોપી શખ્સો પાસેથી પોલીસે કુલ મળીને 4,66,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.