રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ દ્વારા કાળા ડુંગર ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે

રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ભુજ ઉત્તર રેન્જ દ્વારા કાળા ડુંગર ખાતે તા.૧૬/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળા/કોલેજને આમંત્રિત કરવામાં આવે છે. ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતી સ્કૂલ/સંસ્થાઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, ભુજ, ઉતર રેન્જ , ઘાસવંડી ફોરેસ્ટ કોલોની, લોહાણા મહાજનવાડીની બાજુમાં-ભુજ કચ્છ (મો.નં.૭૫૬૭૫૪૩૯૩૩ અને મો.નં.૯૮૨૫૩૩૯૨૧૬) સરનામે અરજી કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ ઉત્તર રેન્જ દ્વારા જણાવાયું છે.
અંજના ભટ્ટી