ખોટા આધારકાર્ડ બનાવી કિમતી જમીનોના બારોબાર સાટાખત કરી રૂ.૩૧,૭૫,૦૦૦/-ની ઠગાઈ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ખોટા દસ્તાવેજ બનાવી લોકો સાથે ઠગાઈ અને છેતરપીંડી કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.દવે લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા આ કામેના ફરીયાદીશ્રી તથા સાહેદોની લાકડીયા રેવન્યુ સર્વે નં.૫૩૫,૫૧૪,૫૩૬ વાળી કુલ કિ.રૂ.૧,૨૮,૦૭૦૦૦/- (એક કરોડ અઠ્યાવીસ લાખ સાત હજાર) વાળી જમીન ઠગાઈ કરવાના ઈરાદે ષડયંત્ર રચી ખોટા આધારકાર્ડ બનાવી ખોટા વ્યક્તિઓ ઉભા કરી ખોટો નોટરાઈઝ સોદાખત કરી આપી સાહેદ પાસેથી રૂ.૩૧,૭૫,૦૦૦/- સુથી પેટે મેળવી આરોપીઓએ ગુનાને અંજામ આપેલ હોય જે અંગે લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૧૨૪૦૨૧૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૧૯(૨), ૩૩૬(૩), ૩૩૭, ૩૩૮ ,૩૪૦(૨), ૬૧(૨)(એ) મુજબના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનામાં સંડોવાયેલ અન્ય સહ આરોપીઓને ઝડપી પાડવા આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) રોહિતગીરી પ્રભુગીરી બાવાજી રહે.લાકડીયા તા.ભચાઉ

આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.દવે તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.