આદિપુરમાં બાવળની ઝાળીઓમાંથી શરાબ ઝડપાયો : આરોપી ફરાર
copy image

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મેઘપર બોરીચીનો કિશન શામજી મહેશ્વરી નામનો શખ્સ જીઆઈડીસીમાં વીર હનુમાન મંદિર સામે બાવળની ઝાડીમાં દારૂ વેચી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે બાતમી વાળા સ્થળ પરથી રોયલ સ્ટેગ 750 મી.લિ.ની 36 બોટલ કિંમત રૂા. 28,332નો દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.