રાપરમાં જાહેરમાં પત્તા ચીટતા ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા

589700500jugar

copy image

copy image

રાપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  રાપર પોલીસ લાઈન પાછળ પીરધાર જતા નદીના કાંઠે બાવળ નીચે જાહેર જગ્યામાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી જુગાર રમતા ચાર ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિત કુલ 11,360નો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.