અંજારમાં લીવરની બીમારીથી પીડિત યુવાને જાતને જ ચાકૂના ઘા ઝીંકી જીવ લીધો
અંજારમાં લીવરની બીમારીથી પીડિત યુવાને પોતાની બીમારીથી કંટાડીને પોતાની જાતને જ ચાકૂના ઘા ઝીંકી જીવ લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર શહેરમાં આવેલ ભચા ગાંધી સોસાયટીમાં રહેનાર રસિક વાઘમશી નામના યુવાને ગત રાત્રે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન ગત દિવસે પોતાના ઘરે હતો તે સમયે ચાકુ ઉપાડી પોતાના પેટ, કાંડા અને ગળાના ભાગે ચાકુના ઝીંકી દીધા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.