આર.ટી.ઓ ભુજ કચેરી દ્વારા ફોર વ્હીલરની નવી સિરિઝ GJ-12-FFનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છ દ્વારા ફોર વ્હીલર(એલ.એમ.વી) માટે નવી સિરિઝ GJ-12-FF શરૂ કરવામાં આવનારી છે. આ સિરિઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. આ ઓક્શનમાં ભાગ લેવા ઓનલાઇન અરજી ૨૮/૧૧/૨૦૨૪, સમય સાંજે ૦૪.૦૦ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૪ સમય સાંજે ૦૪.૦૦ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂ થવાની તારીખ ૩૦/૧૧/૨૦૨૪, સમય સાંજે ૪.૦૦ કલાક સુધી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૦૨/૧૨/૨૦૨૪ના રોજ સમય સાંજે ૪.. કલાકે રહેશે.
આ સિરિઝમાં ગોલ્ડન નંબર ફીના દર ફોર વ્હીલર માટે રૂ.૪૦,૦૦૦, રજત-સિલ્વર નંબરના ફોર વ્હીલર માટે ફીના રૂ.૧૫,૦૦૦ રહેશે. અન્ય નંબરો મેળવવા માટે ફીનો દર રૂ. ૮૦૦૦ રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૦૯/૨૦૧૭ Appendix-Aની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે.
આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.
ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા ભુજ આરટીઓ કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની યાદીમાં જણાવાયું છે.