ગાંધીધામમાં રહેનાર એક યુવાન સાથે ઠગાઈ આચરી ઠગબાજોએ તેના ખાતામાંથી રૂા. 73,801 બારોબાર સેરવી લીધા
ગાંધીધામમાં રહેનાર એક યુવાન સાથે ઠગાઈ આચરી ઠગબાજોએ તેના ખાતામાંથી રૂા. 73,801 બારોબાર સેરવી લેતા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે દશરથ ધના ચૌધરી નામના યુવાને પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીને ગત તા. 5/7ના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં સામા છેડેથી ઓળખાણ પડી કે નહીં તમારો મિત્ર બોલું છું તેમ કહેતાં ફરિયાદીને પટનાયકભાઇ હોવાનું લાગ્યું હતું.જાણવા મળી રહ્યું છે કે, ત્યાર બાદમાં ઠગબાજે ફરિયાદીના ખાતામાં રૂા. 55,000 મોકલાવ્યા છે તે બીજા નંબર પર મોકલી દેવા કહ્યું હતું જેથી ફરિયાદીએ પહેલાં રૂા. 20,000 મોકલી દીધા હતા પણ તેના ખાતામાં 55,000 ન આવતાં તેણે ઠગબાજને ફોન કર્યો હતો. બાદમાં સામે વાળા શખ્સે ફોન-પે વગેરે ખોલવાનું કહેતાં ફરિયાદીએ તેવું કરતાં તેના ખાતામાંથી વધુ રૂા. 53,801 બારોબાર સેરવાઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.