આદિપુરમાં એક યુવાન પર તેના જ સાથી કામદારે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

copy image

copy image

 આદિપુરના મદનસિંહ સર્કલ પાસે એક યુવાન પર તેના જ સાથી કામદારે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી યુવાન અંજાર શહેરના વિજયનગર જૂની કોર્ટ પાછળના વિસ્તારમાં રહે છે અને આદિપુરમાં છૂટક મજૂરી કરે છે.જાણવા મળી રહ્યું છે કે બનાવના દિવસે આ યુવાન આદિપુરના મદનસિંહ સર્કલ પાસેની આશાપુરા વેલ્ડિંગની દુકાનની બહાર બેઠો હતો, તે સમયે તેની સાથે કામ કરનાર શખ્સે કોઇ કારણોસર તેના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સૌપ્રથમ પ્રથમ આદિપુર બાદમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.