અંજારમાં આધેડ પર છરી વડે હુમલો

copy image

copy image

અંજારમાં એક શખ્સે આધેડ પર છરી વડે હુમલો કરી દેતા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના પ્રજાપતિ છાત્રાલય વિસ્તારમાં રહેતા જિતેન્દ્ર હરિલાલ પ્રજાપતિ પાસે ગત રાત્રે મુકેશ પ્રજાપતિ આવી બાજુમાં રહેનાર શખ્સ મારો મોબાઇલ લાવેલ છે,તેવું જણાવતા આ આધેડએ  આરોપીને મોબાઇલ પરત કરી દેવા જણાવેલ હતું જેથી ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે છરી આધેડની છાતી નીચે ખોંસી દઈ હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.