મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ટેમ્પો તથા આરોપી ગણતરીના દિવસોમાં શોધી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ -ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવ્રુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
ફરિયાદી અશોકભાઈ નારાણભાઈ શેડા (ગઢવી) ઉ.વ. ૫૧ ધંધો- ટ્રાન્સપોર્ટ રહે. ગામ મોટી ભુજપુર, તા.મુંદરા વાળાઓ નો ટેમ્પો રજિસ્ટર નંબર DI. 1 LY 4355 કિંમત રૂપિયા 4,50,000 નો તેઓના ડ્રાઈવર પ્રકાશકુમાર પ્રસાદ રહે. સિલિગુડી વેસ્ટ બંગાળ વાળાઓને મુંબઈ ખાતેથી મુન્દ્રા લઈ આવવા સારું સોંપેલ હોય જે ટેમ્પો ચોરી કરી ડ્રાઇવર લઈ ગયેલ હોય જે બાબતે ફરિયાદી શ્રી એ પોતાની રીતે ચોરી થયેલ ટેમ્પો તથા આરોપી શોધખોળ કરેલ પરંતુ બે મહિના જેટલો લાંબો સમય વિત્યા છતાં આ ટેમ્પો તથા તેનો ચાલક મળી આવેલ ન હોય જેથી આ કામના ફરિયાદીનાઓ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબનાઓને રૂબરૂ મુલાકાત કરી પોતાની ઉપરોક્ત હકીકત બાબતે રજૂઆત કરતા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનાઓને ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધોરણે ગુનો રજીસ્ટર કરી આ કામની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સંભાળી ગુનો સત્વરે ડિટેક્ટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર 1541/24 બી.એન.એસ. કલમ 306 મુજબનો ગુનો દાખલ કરાવી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી તથા એ.એસ.આઈ. શ્રી કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા સુરજભાઈ વેગડા તથા સુનિલભાઈ પરમાર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ગઢવી વિગેરેનાઓની ટીમ બનાવી આરોપી વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરી આરોપી ના મૂળ વતન બિહારના છપરા જિલ્લા તેમજ પશ્ચિમ બંગાળના સિલિગુડી તેમજ કર્ણાટક બેંગ્લોરના તેમજ આરોપી અગાઉ ગુજરાતના ગાંધીધામ તેમજ જામનગર ખાતે તેમજ સુરત જિલ્લા ખાતેના તમામ સ્થળોએ આરોપી તથા મુદામાલ બાબતે તપાસ કરી તેમજ હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે ભુજ ભચાઉ હાઇવે નજીક કંધેરાઇ પાટીયા પાસે આરોપી ટેમ્પો વેચાન કરવાની ફિરાકમાં હોય જેથી ટ્રાન્સપોર્ટ વેપારી બની ગણતરીના દિવસોમાં આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટેમ્પો પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
- ટેમ્પો રજિસ્ટર નંબર DL 1 LY 4355 કિંમત રૂપિયા 4,50,000/-
- પકડાયેલ આરોપી
પ્રકાશકુમાર પ્રસાદ શ્રીરામ પ્રસાદ રહે. સિલિગુડી, વેસ્ટ બંગાળ.