તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪સુધી ચૂંટણીપંચ સુધારણા કાર્યક્રમનું આયોજન

ચૂંટણીપંચની સુચનામુજબ કચ્છજિલ્લામાં તા.૧/૧/૨૦૨૫ નીલાયકાતની તારીખના સંદર્ભમાં સંકલિત મુસદ્દા મતદારયાદીતા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને સુધારણા કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪સુધી હાથ ધરવામાં આવેલ છે.મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન તા.૧/૧/૨૦૨૫ સુધીમાં ૧૮વર્ષ પૂર્ણ થતાંહોય તેવી વ્યકિતઓ મતદારયાદીમાં નામ નોધાવવા ઉપરાંત મતદારયાદીમાં રહેલ ક્ષતિઓસુધારવાની તથા નામ કમી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેમજ તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) નાખાસ ઝુંબેશના દિવસોએ આપના મતદાન મથકોએ તથા મામલતદાર કચેરી અનેપ્રાંત કચેરીખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે.ઉપરાંત મતદારો ઓનલાઇન સ્વરૂપેવિવિધ ઓનલાઇન સેવાઓ જેવી કે(૧)વોટરહેલ્પલાઇન એપ(૨)https://voters.eci.gov.in(3)https://voterportal.eci.gov.inદ્વારામતદારયાદીમાં પોતાનું નામ ઉમેરો,કમી તથાસુધારો કરી શકશે.જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન નામ નોધાવવા તેમજ મતદારયાદીમાં કોઇ સુધારો હોય તો સુધારો કરાવી લેવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર કચ્છ દ્વારાઅનુરોધ કરવામાં આવે છે.