પશ્વિમ કચ્છ-ભુજ જિલ્લામાં બ્લેક ફિલ્મવાળા વાહનો પર કડક કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક શાખા

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ઇન્ચાર્જ પશ્વિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ જિલ્લામાં આજરોજ તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ બ્લેક ફિલ્મવાળા વાહન ચાલક વિરુધ્ધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક શાખા, સીટી ટ્રાફિક શાખા તથા આર.ટી.ઓ વિભાગ સાથે રહીને આ ડ્રાઇવ દરમ્યાન ખાસ કરીને બ્લેક ફિલ્મ લગાવેલ વાહનો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ અને આશરે ૪૦ (ચાલીસ) ફોર વ્હીલર વાહનમાં લગાવેલ બ્લેક ફિલ્મ કઢાવવામાં આવેલ. તેમજ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.