રોયલ્ટી દર્શાવ્યા કરતા વધુ બેન્ટોનાઈટ (ખનીજ) ભરેલ ટ્રકને ડીટેઈન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી કોઠારા પોલીસ
શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજનાઓએ જિલ્લામા થતી ગેર કાયદેસર ખનીજ ચોરી અટકાવવા જરુરી સુચનાઓ આપેલ હોય. જે સુચના અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી બી.બી.ભગોરા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા તથા શ્રી બી.પી.ખરાડી સાહેબ સર્કલ પો.ઇન્સ.શ્રી નલિયા સર્કલ નૈલિયાનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૪ના શ્રી જે.જે.રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કોઠારા પો.સ્ટેના પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન નુંધાધડ તરફ થી આવતા મિયાણી ત્રણ રસ્તા પાસે ખનીજની ટ્રકો ચેક કરતા ટ્રક રજી નં. જીજે ૧૨ બી વાય ૪૭૪૪ વાળીમાં બેન્ટોનાઇટ ખનીજ ભરેલ હોઇ જેથી ટ્રક ચાલક હમીદ મામદ હિંગોરજા ઉ.વ.૨૫ રહે.ગામ કોટડા રોહા તા.અબડાસા વાળા પાસે બેન્ટોનાઇટની રોયલ્ટી પાસ પરમીટ લઇ ચેક કરતા રોયલ્ટી પાસ પરમીટ કરતા ખનીજ આશરે ૨ (બે) ટન જેટલુ વધારે ટ્રકમાં ભરેલુ હોઈ જેથી રોયલ્ટીથી વધુ ખનીજ હેર ફેર કરતા પકડાઈ જતા ટ્રક રજી નં. જીજે ૧૨ બી વાય ૪૭૪૪ વાળા ચાલકને ખાણ ખનીજ ધારા કલમ ૩૪ મુજબ મેમો આપી વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ટ્રકને આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશનમાં રાખવામા આવેલ છે.
મુદામાલની વિગત :- ટ્રક રજી નં.જીજે ૧૨ બી વાય ૪૭rr
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી જે.જે.રાણા તથા પો.હેડ.કોન્સ. કુલદીપસીહ ડી. રાણા તથા પો.કોન્સ. નશીબખાન ડેરનાઓ જોડાયેલા હતા.