ભુજ તાલુકાના ડગાળા ગામમાં બિમારીથી કંટાળી 36 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી

copy image

copy image

ભુજ તાલુકાના ડગાળા ગામમાં બિમારીથી કંટાળી 36 વર્ષીય યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના ડગાળા ગામે રહેતા ભગુ કારા ઢીલા નામના યુવાને  ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારીથી કંટાળી ગત તા. 21/11ના બપોરના સમયે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. તેઓ પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.બનાવની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ આજે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.