વરસાણા નજીક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે વરસાણા નજીક 30 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસાણા નજીક 30 વર્ષીય અજાણ્યો યુવાન મૃત મળી આવ્યો હતો. ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓવરબ્રિજ પાસેથી 30 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ યુવાનનું મોત કયા કારણોસર થયું તે સહિતની શોધખોળ અંજાર પોલીસે આરંભી દીધી છે.