એક માસ પૂર્વે થયેલ બાળકીના અપહરણના ગુના કામેના આરોપીને રાજસ્થાનના ચિત્તોડગઢથી ઝડપી લેવાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગાંધીધામમાંથી એક માસ પૂર્વે  બાળકીના અપહરણના ગુના કામેના આરોપી શખ્સને રાજસ્થાનના ચિત્તોડગઢથી ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એક માસ પૂર્વે ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી બાળકીનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી અને આરોપી શખ્સને રાજસ્થાનના ચિત્તોડગઢથી પકડી પાડયો હતો.પોલીસે બાળકીને તેની પાસેથી આઝાદ કરાવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.