પશ્ચિમ કચ્છ જિલ્લામાં હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી
અકસ્માતોના બનાવોના વધતા કિસ્સાઓમાં જીવનું અતિ જોખમ હોવાથી હેલ્મેટ જરૂરી છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, હાઇકોર્ટની ફટકાર બાદ મહાનગરોમાં સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો અગાઉ આદેશ સરકાર આપી ચૂકી છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લામાં હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા 493 ચાલક વિરુદ્ધ એન.સી. કેસો કરવામાં આવેલ છે. આ મુજબની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.