સસ્તાં સોનાની લાલચે બનાસકાંઠાના વેપારીએ 5.44 લાખ ગુમાવ્યા
ભુજ ખાતે આવેલ સુખપર નજીક સસ્તાં સોનાની લાલચે બનાસકાંઠાના વેપારી સાથે રૂા. 5,44,000ની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી દેવાભાઈ ચેલાભાઈ ચૌધરીને આરોપી શખ્સ સુખપર-રતિયા માર્ગ પર આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયેલ હતો અને રૂા. 6,20,000ની કિંમતનું 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું, જે લેવાની ફરિયાદીએ હા પાડી હતી અને લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાનું કહેતાં આરોપીઓએ એક લાખ જમા કરાવવા કહેલ હતું જેથી ફરિયાદીએ 1 લાખ આપેલ હતા. બાદમાં સોનું ખરું હોવાનું સાબિત થતાં 200 ગ્રામ સોનું લેવાનું નક્કી થતા જુદા-જુદા ટ્રાન્ઝેક્શનથી કુલ 5.44 લાખ ફરિયાદીએ ચૂકવેલ હતા. નાણાં મળ્યા બાદ સોનું લેવા માટે વિવિધ જગ્યાએ બોલાવ્યા છતાં સોનું આપ્યું ન હતું અને ફરિયાદીના ફોનનો પણ કોઈ જવાબ ન આપતા ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.