તંત્રી લેખ

વધુ મોંઘવારી-લથડતી-લડખડાતું પ્રજાજીવનવધુ મોંઘવારી-લથડતી-લડખડાતું પ્રજાજીવન

એટુંઝેડ ચીજવસ્તુઓમાં ભાવવધારો જીવલેણ સુધી વધી રહ્યો છે.આમઆદમી સામાન્યજન માટે જીવવું દિન-પ્રતિ-દિન દોયેલું બનતું જ રહ્યું છે.મોદી સરકારના 10 વર્ષમાં રૂપેરી વાદળ કડી કિનાર એટલે અસહ્ય ભાવવધારો. મારમાર મોંઘવારી સરકારને ગમે કે ના ગમે પણ દેશને ટકાવવો હશે.દેશની કરોડરજ્જુ સામાન્યજનને જીવાડવા સરકારે સખત પગલાં લેવા જ પડશે એ સમયનો તકાદો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કુલ ભાવ ૨-૩ વર્ષોથી ઘટી ગયા છે.જેનો લાભ ભારતના સામાન્ય વર્ગને માંડવો જ જોઈએ. સરકારે સામાન્યજનની ફરિયાદ સાંભળવી જરૂરી જ નહિ પરંતુ અનિવાર્ય આવશ્યકતા છે.ખાવાની થાળી હોય કે સામાન્ય વાપરવાની ચીજવસ્તુમાં ભાવવધારાયે રૂપિયાને પાતળો પાણી જેવો કરી દીધો છે તે કાળઝાળ હકીકત છે. આશા રાખીયે મોદી સરકાર હવે આ તાકીદની બાબતોએ સખત કાર્યવાહી હાથ ધરે.

વંદે માતરમ – ભારત માતાની જય

h j સોની

એડિટર

કચ્છ કેર tv ન્યુઝ