ગુજરાતમાં બોગસ સ્કૂલનો ભાંડો ફૂટ્યો : કોઈ વિધ્યાર્થીઓ ન આવવા છતાં 10 વર્ષથી શિક્ષકો મેળવે છે સરકારી પગાર
ગુજરાતમાં બોગસ સ્કૂલ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરાજી ખાતે આવેલ છાડવાવદર ગામમાં આવેલ જે.જે.કાલરીયા સ્કૂલ બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઇ રહ્યાં છે પરંતુ એક પણ અભ્યાસ માટે આવતા નથી. આ બોગસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગેરહાજર પણ શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર મેળવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.આ સ્કૂલ રાજકારણીઓના ઓથ હેઠળ ધમધમી રહી હોવાનો ગ્રામજનો દ્વારા ખુલાસો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10ની ગ્રાન્ટ મેળવતી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસમાં પણ ખોટું હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ કોઈ હાજર નથી હોતા તેમ છતાં પણ તેમના નામે શિષ્યવૃતિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય આ સ્કૂલમાં થઈ રહ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો સામે આવી રહી છે.