અંજારના ખેડોઈ સીમ વિસ્તાર માંથી કુલ્લે ૬૬, ૫૩, ૫૩૨/- ના વિદેશી દારૂના જથ્થો (ટ્રેલ૨)ને ઝડપી પાડતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ દારૂ/જુગાર જેવી અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો ૫૨ પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવેલ હોય તે દરમ્યાન શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર નાઓને સચોટ ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે ખેડોઈસીમ વિસ્તારમાં આવેલ ખંભરા ચંદીયા રોડ ઉપર આવેલ કુલદિપસિંહ નરપતસિંહ જાડેજાની ઓમ ફાર્મ વાડીએ ટ્રેલર રજી.નં.RJ 23 GA 3491 વાળામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો તેના સાગરીતો સાથે મંગાવી ઉતારેલ છે જે ચોકકસ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ ટ્રેલર તથા તેમા ભરેલ પ્લાસ્ટીકની બોરીઓ તથા મો.સા.નંગ-૦૨ પકડી તપાસના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૪૭૦/૨૪ પ્રોહી કલમ-૬૫ (એ)(ઈ) ૧૧૬(બી) ૯૮(૨) ૮૧ ૮૩ મુજબ
પકડવાના બાકી આરોપીઓ :-
(૧) કુલદિપસિંહ નરપતસિંહ જાડેજા
(૨) કુલદિપસિંહ ભ૨તસિંહ સરવૈયા
(3) શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા (લીસ્ટેડ બુટલેગ૨) ૨હે ત્રણેય . ખેડોઈ તા.અંજાર
(૪) ટ્રેલર નં રજી. નં RJ 23 GA 3491 વાળાનો ચાલક
(૫) ભારતીય બનાવટનો વિદેશીદારૂ મોકલનાર
(૬) મો.સા. રજી નંબર GJ-12-EL-6379 નો ચાલક
(૭) મો.સા. રજી નંબર GJ-12-EJ-8963 વાળાનો ચાલક
(૮) તપાસ દરમ્યાન નીકળે તે