નગરપાલિકા રોડ રસ્તા અને ગટર સહિતની મૂળભૂત સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ

copy image

જિલ્લા મથક ભુજ શહેરનો વહીવટ સંભાળતી નગરપાલિકા કચેરી વાર્ષિક કરોડોનો આવક વેરો ધરાવવા છતાં અનેક જગ્યાએ બિસ્માર રોડ રસ્તા અને ગટર સહિતની મૂળભૂત સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, રેલવે સ્ટેશન નજીક કાયમી ગટર સમસ્યાનો પ્રશ્ન એમ નો એમ જ છે ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારમાં ગટરની ચેમ્બર અને વોકળા ઉપરના ભયજનક પુલિયા પ્રજાજનો સાથે અબોલ પશુઓ માટે જોખમ સર્જી રહ્યા છે. તેવી જ બે ઘટના સામે આવી રહી છે જે અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારત નગર વિસ્તારમાં ખુલ્લી ગટર પર દીવાલ વિનાના પુલિયા પરથી પસાર થતો સ્કૂટર ચાલક ગટરના વોકળામાં પડી જતા હાથના ભાગે અસ્થિભંગ જેવી ઇજાઓ પહોંચી હતી ઉપરાંત માધાપર નજીક રેલવે લાઈન પાસે નર્મદા પાણીની વાલ્વ માટેની ચેમ્બરમાં એક ભેંસ પડી જતા તેનું મોત નીપજયું હતું જે પરીણામે માલધારી પરિવારને રૂ.2 લાખનું નુકસાન થયું હતું.