રૂપિયાની રમતા કરતાં માંડવી નગર પાલિકાના પૂર્વ નગરપતિ સહિત ચાર લોકોને નિર્દોષ જાહેર કરાયા

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, માંડવી નગર પાલિકાના પૂર્વ નગરપતિ સહિત ચાર લોકો ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા જે પ્રકરણમાં આજે 21 માસ બાદ તમામને નિર્દોષ ઘોષિત કરતો હૂકુમ જાહેર કરાયો છે. આ અંગે વધુમાં માહિતી મળી રહી છે તે મુજબ ગત 28 ફ્રેબૂઆરી 2023ના માંડવી નગર પાલિકાના પુર્વ નગરપતિ સહિત કુલ ચાર શખ્સોને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.જેઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડેલ હતા.જાણવા મળી રહ્યું છે કે, 21મહિના બાદ કેસ ચાલી જતાં 26 નવેમ્બર 2024ના જૂગાર ધારાની કલમ મુજબ શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપીને પાલિકાના પૂર્વ નગરપતિ સહીત તમામને નિર્દોષ ઠરાવતો આદેશ જાહેર કયો છે.