ભુજમાં 47 વર્ષીય શખ્સનું રહસ્યમય : બેભાન મળતા હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તબીબે મૃત ઘોષિત કર્યા

copy image

copy image

ગત રાત્રે ભુજમાં 47 વર્ષીય શખ્સનું રહસ્યમય મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ભુજના એરફોર્સ સ્ટેશનમાં વિંગ-27માં કવાર્ટર્સ નં. 703/2 ગ્રીન ગાર્ડનની બાજુમાં રહેતા 47 વર્ષીય કુમારન પેરુમલ સાથે બન્યો હતો. હતભાગી ઘરે બેભાન હાલમાં હોતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.