બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થયા બાદ 42 વર્ષીય આધેડની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર

Swimmer floating on his back.

copy image

copy image

ઘરેથી ગુમ થયા બાદ 42 વર્ષીય આધેડની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નવી ભચાઉમાં શાળા નંબર-28 પાસે રહેતા મોમાયા લુહાર નામનો આધેડ બે દિવસ પહેલા ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ તેમ છતાં ન મળતા આખરે પોલીસ મથકે ગુમનોંધ કરાવાઈ હતી. બાદમાં પોલીસે સીસી ટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી હતી.  જેના આધારે ભચાઉ પાલિકાની અગ્નિશમન દળની ટીમે ગઇકાલે સાંજથી રાત સુધી લોધેશ્વર પાસે પાણીમાં શોધખોળ કરી હતી. જેમાં નર્મદા કેનાલમાંથી આ આધેડની લાશ મળી આવેલ હતી. આધેડનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.