કુહાડીના ઘા ઝીંકી પોતાની પત્નીની હત્યા નિપજાવનાર કાતિલ અમદાવાદ જતી બસમાંથી દબોચાયો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભુજના જદુરામાં પોતાની પત્નીની હત્યા નિપજાવી નાસી છૂટેલ આરોપીને પોલીસે અમદાવાદ જતી બસમાંથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના જદુરાના સીમ વિસ્તારમાં પત્ની મુમતાજની અનેક કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો. તે વચ્ચે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આ હત્યાના ગુના કામેનો આરોપી શખ્સ મુંદરાથી અમદાવાદ જતી બસમાં નાસી છૂટયો છે. મળેલ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પોલીસે આ કાતિલને બસમાંથી દબોચી લીધો હતો.