“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજ ભરેલ ડમ્પર તથા રતડીયા ગામમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટ (ખનીજ) વહન કરતા બે ટ્રક તથા એક લોડર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ કાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ I/C પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વાલાભાઇ ગોથલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ તથા ખાણખનીજ વિભાગની ટીમ જેમાં યુવરાજદાન ગઢવી, ગૌરવભાઇ, દિલીપસિંહ જાડેજા, ભુરાભાઇ અહિરનાઓ સાથે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન રતડીયા ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટ (ખનીજ) વહન કરતા બે ટ્રક જેના રજી.નં. GJ 12 AU 8075 તથા GJ 12 A2 6995 તથા એક લોડર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરેલ તેમજ શેરડી થી ગઢશીશા ગામ વચ્ચે સંત કબીર ટેકરી પાસે એક ટાટા કંપનીનું ડમ્પર જેના રજી નં. G/21 Y 6894 આવતા તેને ઉભું રખાવી ચેક કરતા ડમ્પરમાં બોલ કલ્યે (ખનીજ) આશરે પચીસ ટન ભરેલ ડમ્પર ચાલક સુનીલસિંહ મનુભા જડેજા રહે. દરશડી તા.માંડવી વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ડમ્પર ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.