ગાંધીધામમાંથી નવ ખેલીઓને પોલીસે દબોચ્યાં
copy image

ગાંધીધામમાંથી નવ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપર થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હારજીતની રમત રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા નવ ખેલીઓની અટક કરી હતી. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ રૂા. 12,400 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.