બે માસ અગાઉ પવનચક્કીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મોખા ચોકડી નજીકથી દબોચાયો
બે માસ અગાઉ મુંદ્રા ખાતે આવેલ ડેપા અને રામાણિયાની પવનચક્કીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે ત્યારે આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અગાઉ પવનચક્કીમાંથી થયેલ ચોરીના ગુના કામેનો આરોપી મોખા ચોકડી પાસે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીને હકીકત વાળા સ્થળ પરથી ઝડપી પાડેલ હતો.