અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં બુકાનીધારી શખ્સે મહિલા પર કર્યો છરી વડે હુમલો
અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં ઘરમાં ઘૂસી મહિલા પર છરી વડે હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો જણાવી રહયા છે કે, અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં ગત તા. 3/12ના ઘનશ્યામ નગરમાં સંયુક્ત પરિવારમાં રહેનાર ફરિયાદી ટીનાબેન જયેશ ગારુ નામનાં મહિલા એકલા હતા તે કામ કરી રહયા હતા તે સમયે અચાનક અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘરમાં ઘૂસી મહિલાના મોઢે હાથ રાખી મોઢું બંધ કરતાં ફરિયાદી છોડાવવા જતાં આ શખ્સે છરી કાઢી મહિલાનાં ગળામાં ઝીંકી દીધી હતી. ઘાયલ મહિલાને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તજવીજ આરંભી છે.