ગાંધીધામમાંથી છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ગાંધીધામમાં આવેલ જૂની સુંદરપુરી વિસ્તારમાંથી 15 હજારની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની જૂની સુંદરપુરી રામબાગ રોડ હનુમાન મંદિરની નજીક પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ સ્થળ પર જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી 15400ની રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.