નખત્રાણામાં આવેલા છારીઢંઢ ખાતે તા.૧૬/૧૨/૨૦૨૪થી તા.૩૦/૧૨/૨૦૨૪ સુધી પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળા/કોલેજને આમંત્રિત કરવામાં આવે છે. ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓને વહેલા તે પહેલાના ધોરણે તક આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે રસ ધરાવતી સ્કૂલ/સંસ્થાઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, નખત્રાણા પશ્ચિમ રેન્જ, ફોરેસ્ટ કોલોની બેરૂ રોડ, નખત્રાણા કચ્છ (મો.નં.૯૬૩૮૨ ૧૭૮૦૯ અને મો.નં.૯૮૯૮૩ ૩૪૯૪૯) સરનામે અરજી કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, નખત્રાણા પશ્ચિમ રેન્જ દ્વારા જણાવાયું છે.