અંજાર ખાતે આવેલ જૂની દુધઇ ગામમાંથી ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા
અંજાર ખાતે આવેલ જૂની દુધઇ ગામમાંથી ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂની દુધઇ ગામની ગૌશાળા નજીક ગત દિવસે બપોરના અરસામાં અમુક શખ્સો જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલી પોલીસે આ જુગારપ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.