કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલીયમ સ્ટૉરેજ ફેસીલિટીઝ, ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી. અને ભારત પેટ્રોલીયમ કો.લી ખાતે આયોજીત કેમિકલ મોક-એક્સરસાઈઝ યોજાઈ

આજ રોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલીયમ સ્ટૉરેજ ફેસીલિટીઝ, ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી. અને ભારત પેટ્રોલીયમ કો.લી ખાતે આયોજીત કેમિકલ મોક-એક્સરસાઈઝ કરવામાં આવેલ.

માનવસર્જિત/કુદરતી આપતિઓને પહોંચી વળવા અંગેના આગોતરા આયોજન અર્થે આજ રોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલીયમ સ્ટોરેજ ફેસીલિટીઝ, ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલીયમ કો.લી. અને ભારત પેટ્રોલીયમ કો.લી. ખાતે NDMA અને GSDMA દ્વારા આયોજીત કેમિકલ મોક-એક્સરસાઈઝ કરવાના સંદર્ભે મે.કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,કચ્છ-ભુજની સુચના અને માર્ગદર્શન હેઠળ મોક- એકસરસાઈઝનું આયોજન આજ રોજ તા.૧૩/૧૨/૨૦૨૪ સવારે ૮:૦૦ કલાક થી શરૂ કરી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી કેમિકલ મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવેલ અને આ મોક-એકસરસાઈઝનું મોનીટરીંગ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી,અંજાર દ્વારા કરવામાં આવેલ. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, તેમજ કચેરીનો સ્ટાફ, મામલતદારશ્રી, ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ, મામલતદારશ્રી,અંજાર તથા તેમની કચેરીનો સ્ટાફ, ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ, આરોગ્ય વિભાગ, ઈ.આર.સી.ટીમ ગાંધીધામ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી તથા તેમની કચેરીનો સ્ટાફ, ફોરેસ્ટ વિભાગ, આઈ.ઓ.સી.એલ.,બી.પી.સી.એલ.,એચ.પી.સી.એલ.કંડલાના અધિકારીશ્રી તથા તેમનો ફાયર સ્ટાફ, કંડલા મરીન પોલીસ, ડાયરેકટરશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, પૂર્વ-કચ્છ, પ્રતિનિધિશ્રી, દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ,

કંડલા, એન.ડી.આર.એફ.ની ટીમ આમ આશરે ૪૦૦ જેટલા અધિકારીશ્રીઓ તેમજ . કર્મચારીઓએ કચેરીઓનો કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના જેવી કે, ભુકંપ, વાવાઝોડું, પૂર,

આગ લાગવી જેવી પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિને બહુ જ ઓછા સમયમાં પહોંચી વળવા કે કાબુ મેળવવા તેમજ ઓછામાં ઓછુ નુકસાન/જાનહાની થાય તેવી અસરકારક કામગીરી અંગે મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવેલ. આ મોક-એક્સરસાઈઝ દરમ્યાન ૧૧- ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને આ સમગ્ર મોક-એક્સરસાઈઝની કામગીરીની સંબંધિત વિભાગ/ખાતાઓને જાણ થયેથી બહુ જ ઓછા સમયમાં એટલે કે, ૪૦ થી ૪૫ મીનીટ સુધીમાં સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવેલ. અંતે આ સમગ્ર મોક-એક્સરસાઈઝમાં જોડાયેલ તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનો મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી,અંજાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.