રાપર ખાતે આવેલ ગેડી ગામના એક મકાનમાંથી 1.16 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

રાપર ખાતે આવેલ ગેડી ગામના એક મકાનમાંથી 1.16 લાખનો દારૂ પોલીસની ટીમે ઝડપી પાડેલ છે. પરંતુ આ ગુના કામેનો આરોપી ઈશમ પોલીસના હાથમાં આવ્યો ન હતો.  આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરના ગેડી ગામના સિંધવવાસમાં અર્જુનસિંહ હેતુભા વાઘેલાના નામના શખ્સે પોતાના કબ્જાના મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલિસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી કાર્યવાહી આરંભી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે બાતમી વાળા સ્થળ પરથી  કુલ રૂા. 1,16,205નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો.  પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.