ગાંધીધામમાંથી આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
ગાંધીધામમાંથી આંક ફરતો જુગાર રમતા એક ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે.આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરમાં આવેલ ગણેશનગર મેઈન ચોકમાં ઓટલા પર લીમડાનાં ઝાડ નીચે આરોપી શખ્સ પોતાના અંગત ફાયદા માટે વરલી મટકાનો જુગાર રમી તથા અન્યને પણ રમાડી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.