સફેદ રણની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ધોરડો હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત

ધોરડો સફેદ રણની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાનું ધોરડો હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની ધરા ઉપર પધારેલા મુખ્યમંત્રીશ્રીને કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી,
રેન્જ આઇ.જી શ્રી ચિરાગ કોરડીયા, કલેક્ટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી દિલીપભાઈ શાહ, શ્રી ધવલભાઇ આચાર્ય, શ્રી બાલકૃષ્ણ મોતા, ધોરડો જૂથ ગ્રામ પંચાયત સરપંચશ્રી મિયા હુસેન સહિતના મહાનુભાવોએ આવકાર આપીને સ્વાગત કર્યું હતું.
જિજ્ઞા વરસાણી